આપણો દેશ જયારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ રેલ્વે સ્ટેશનથી પિરામણ નાકા નગરપાલિકા ઓફિસ સુધી તિરંગા યાત્રા રેલીનું આયોજન ચીફ ઓફિસર કે.એમ. કોલડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.
જેમાં ઈ.એન.જીનવાલા સ્કુલના પ્રિન્સીપાલ ઈશ્વરભાઈ પરમાર, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, પ્રજ્ઞેશ શુક્લ, દીપક મોદી અને સ્કુલના બાળકો રેલીમાં જોડાયા હતા અને 13 થી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને વ્યવસ્થિત રીતે તિરંગો લગાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં સૌ વડીલો ભાઈઓ – બહેનો, કર્મચારીઓ, વિદ્યાર્થી મિત્રો અને દેશ પ્રેમી જનતા આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
Advertisement