ભરૂચ જીલ્લામાં સમયાંતરે જુગાર/દારૂ અંગેની પ્રોહિબિશન રેડ પડતી રહે છે. હાલમાં પવિત્ર શ્રવણ માસ ચાલી રહ્યો છે જેમાં શ્રાવણિયા જુગાર રમતા ખેલીઓ ઝડપાતા હોય છે.
અંકલેશ્વરના આલુંજ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલ બાતમીના આધારે જુગારના અખાડા ઉપર રેડ કરતાં એક મહિલા સહિત 11 જુગારીઓ રોકડ રૂ. 19,150 તથા અંગજડતીના રૂ.47,100 તથા મોબાઈલ બાઇક મળી કુલ રૂ. 1,53,250 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાનાં આલુંજ ગામમાં એક મહિલા સુમિબેન ઉર્ફે અનિતાબેન અનિલભાઈ વસાવા પોતાની માલિકીના ઘરમાં પત્તા પાનાનો જુગાર રમાડી રહેલ છે જે હકીકતે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના કર્મીઓ પોલીસ સ્ટાફ સાથે આલુંજ ગામે રેડ કરતાં એક મહિલા બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર જુગાર રમાડતા રંગે હાથે ઝડપાઈ જવા પામી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકા રૂરલ પોલીસમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલ તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સંયુકત ઓપરેશનમાં એક મહિલા સહિત 11 જુગારીઓની અટક કરી અંકલેશ્વર તાલુકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.