Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં ઠેરઠેર રસ્તા વચ્ચે જ રખડતા ઢોરને પગલે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર નિદ્રામાં..!

Share

અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર જ રસ્તાની વચ્ચે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, ઠેરઠેર આજ પ્રકારની સ્થિતિના પગલે વાહન ચાલકો સહિત રાહદારીઓ રસ્તેથી પસાર થતા તકલીફોનો સામનો કરી રહ્યા છે. શહેરના ત્રણ રસ્તા સર્કલ શાકમાર્કેટ નજીકથી એક બે નહિ પરંતુ અસંખ્ય ઢોર પોતાનો અડિંગો જમાવી બેસેલા નજરે પડતા હોય છે જેથી શાક માર્કર્ટમાં આવતા લોકોને પણ મુશ્કેલીઓ પડતી હોય છે.

આ પ્રકારે રસ્તા વચ્ચે જ રહેતા રખડતા ઢોરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના માર્ગો પર જોવા મળી રહી છે. કેટલીક વાર તો રસ્તા વચ્ચે આખલાઓના યુદ્ધના દ્રશ્યો પણ સામે આવતા હોય છે, તો કેટલાક બનાવોમાં અકસ્માત પણ સર્જાતા હોય છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના તંત્રએ પણ આ રખડતા ઢોરને રસ્તા પરથી દૂર કરવા અથવા તેઓના માલિકોનો સંપર્ક કરી જેતે યોગ્ય સ્થળે આ ઢોરોને રાખવા માટેના કડક સૂચનો આપવા અંગેની કવાયત કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજપીપળાના વિજય ચોક સર્કલ પર ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજને બદલે નવો રાષ્ટ્ર્રધ્વજ નગરપાલિકા કયારે ફરકાવશે?.

ProudOfGujarat

ભરૂચ ફાયર વિભાગ દ્વારા વિવિધ સેન્ટરોમાં મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં ચકચારી લૂંટ, અપહરણ અને મારમારીની ઘટનામાં ફરાર થયેલ અન્ય બે આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવ્યા, ઉતરાયણના દિવસે બની હતી ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!