અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં રાત્રી દરમિયાન દશામાં ની મૂર્તિઓનું વિસર્જન વિધિ ચાલી રહી હતી, તે જ દરમિયાન નજીકના જ ગામમાં રહેતા ત્રણ યુવાનો અચાનક નદીના પાણીમાં ગરકાવ થયા હતા, ત્રણ પૈકી એક યુવાનનો ધસમસતા પ્રવાહ વચ્ચેથી આબાદ બચાવ થયો હતો જોકે અન્ય બે યુવાનો હજુ પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે.
મામલા અંગેની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયરના જવાનોને કરવામાં આવતા ફાયરના લાશકરોએ અમરાવતી નદી ખાતે દોડી જઈ નદીના પ્રવાહમાં લાપતા બનેલા બંને યુવાનોની શોધખોળ હાથધરી છે, અચાનક બનેલ ઘટનાના પગલે સ્થળ ઉપર લોક ટોળા જામ્યા છે,જોકે સવારે ૧૦ વાગ્યા સુધી બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પટ્ટો લાગ્યો નથી તો બીજી તરફ પોલીસ વિભાગે પણ સ્થળ દોડી જઈ મામલા અંગેની તપાસ હાથધરી યુવાનોની ઓળખ વિધિ હાથધરી છે.
અચાનક વહેલી સવારે નદીમાં ત્રણ યુવાનો તણાયા હોવાની વાત વાયુવેગે લોકોમાં પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ભર્યો માહોલ છવાયો છે,તેમજ સ્થાનિકો દ્વારા પણ લાપતા બનેલ યુવાનોની શોધખોળ માટે ફાયરના જવાનોને મદદરૂપ બની રહ્યા છે.
હારૂન પટેલ : ભરૂચ
મો. 9925222744