Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર શહેર પૂર્ણિમા બંગલોઝ અને વિજય નગર સ્થિત સગુન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

Share

અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહ્યી છે તસ્કરો શિયાળામાં સક્રિય થયા છે ત્યારે અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટી સ્થિત પૂર્ણિમા બંગલોઝમાં રહેતા નીતિનભાઇ પાટીલના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ તેમજ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જયારે ગડખોળ પાટિયા વિસ્તારમાં આવેલ વિજય નગર સ્થિત સગુન એપાર્ટમેન્ટમાં રહેતા ચંદનકુમારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકોએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની કાતિલ ઠંડી શરુ થતા તસ્કરો સક્રિય થયા છે.અને પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉપડાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે પોલીસ ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો આ સિઝલિંગ અવતાર જોઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થયા

ProudOfGujarat

નેત્રંગ અને ઝઘડીયા તાલુકાના હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!