Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટનો મામલો, ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસના સકંજામાં આવી.

Share

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ગતરોજ ધોળા દિવસે અજાણ્યા બુકાનીધારી ઈસમોએ બેંકમાં પ્રવેશ કરી કર્મચારીઓ સહિત ગ્રાહકોને દેશી તમંચાની નોક પર બંધક બનાવી લાખો રૂપિયાની રોકડ રકમની લૂંટ કરી ફિલ્મી ઢબે સ્થળ પરથી ફરાર થયા હતા, તે જ દરમિયાન તપાસમાં ઉભેલા પોલીસના જવાનો સાથે લૂંટારુઓનો ભેટો થતા લૂંટારુઓ અને પોલીસ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટના સર્જાઈ હતી, જે ઘટનામાં એક લૂંટારું રાહુલ રાજકુમાર સિંગ પોલીસના સકંજામાં આવી પહોંચ્યો હતો, તેમજ અન્ય લૂંટારુઓ સ્થળ પરથી ફિલ્મી અંદાજમાં ફરાર થયા હતા.

ઇજાગ્રસ્ત લૂંટારું રાહુલની પૂછપરછમાં પપ્પુ નામના આરોપીનું નામ આપ્યું હતું અને તે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના મીરાનગર ખાતે રહેતો હોવાની માહિતી પોલીસને આપી હતી, અને અન્ય માણસોને બિહારથી બોલાવી લૂંટને અંજામ આપવા માટેનું કાવતરું રચ્યું હતું, જે બાદ પોલીસે ગુરુવારની આખી રાત્રી દરમિયાન ભરૂચ જ એસ પી ડો લીના લાટીલના માર્ગદર્શન હેઠળ ધમરોળી નાખ્યું હતું, જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી, એક મકાનના શૌચાલયમાં સંતાયેલ ૪ લૂંટારુઓને પોલીસે ૨૦ લાખ થી વધુની રકમના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

-ગુરુવારનો આખો દિવસ અંકલેશ્વરના માર્ગો ફિલ્મી અંદાજમાં નજરે પડ્યા

Advertisement

અંકલેશ્વર ખાતે ગુરુવારનો આખો દિવસ ફાયરિંગની ઘટનાઓથી ગુંજી ઉઠ્યું હતું, પ્રથમ ઘટના અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ નજીક એક આર ટી આઈ એક્ટિવસ ઉપર કેટલાક લોકોએ ફાયરિંગ કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો જે બાદ જિલ્લા પોલીસની તમામ ટિમો ફાયરિંગના આરોપીઓને ઝડપવા માટે વોચમાં હતી, બપોર પડતા જ બીજી ઘટના તમંચાની નોક પર લૂંટની બની અને બાદમાં લૂંટારુઓ અને પોલીસના કર્મીઓ જાહેર માર્ગ પર દોડતા નજરે પડ્યા અને ક્યાંક સામ સામે ફાયરિંગની પણ નોબત આવી પહોંચી હતી, આમ સમગ્ર દિવસ દરમિયાન રિલ લાઈફ સ્ટોરી નહિ પરંતુ રિયલ લાઈફ સ્ટોરીના દ્રશ્યો ઘટના નિહાળી રહેલા લોકોએ પોતાના કેમેરામાં કંડારી પણ લીધા હતા.

-એસ.પી ડો.લીના પાટીલની સતત સતર્કતાથી પોલીસ વિભાગની ઝડપી કામગીરી

ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી ગુનેગારી તત્વો સતત જેલ ના સળિયા ગણતા થયા છે, જે બાબતથી કદાચ આ લૂંટારું ટોળકી અજાણ હશે તેમ લાગી રહ્યું છે, એસ.પી ની સતત સક્રિયતા અને ઘટના સ્થળે પહોંચી ત્વરિત સ્થળનું નિરીક્ષણ કરી પોતાના સ્ટાફને પરિણામલક્ષી કામગીરી આપવાનું માર્ગદર્શન ગણતરીના કલાકોમાં લૂંટારુઓનો દબોચવામાં સફળતા અપાવી હતી સાથે જ પોલીસની ઝડપી કામગીરી પણ લોકો વચ્ચે પ્રશંસાનું કેન્દ્ર બની હતી.

કોણ કોણ ઝડપાયું :

(1) રાહુલકુમાર રાજકુમાર સીંગ રહે. કંજિયા તા.નાથનગર થાના, મધુસૂદનપૂર જી. ભાગલપુર, બિહાર
(2) રોહિતકુમાર રાજકુમાર સીંગ રહે. કંજિયા તા.નાથનગર થાના, મધુસૂદનપૂર જી. ભાગલપુર, બિહાર ]
(3) રિતેશકુમાર નવલ મંડલ રહે. બિહાર
(4) મુકેશ નવલ મંડલ રહે.બિહાર
(5) મનીશકુમાર નરેશભાઇ મંડલ રહે. બિહાર
(6) દિપક સુબોધકુમાર સીંગ રહે. હાલ લક્ષ્મીનગર, અંકલેશ્વર મૂળ રહે.કંજિયા તા.નાથનગર થાના, મધુસૂદનપૂર જી. ભાગલપુર, બિહાર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :

(1) બેન્ક ધાડના રૂ. 37,79,130, (2) ચાર તમંચા રૂ.20,000 (3) 8 MM KF રાઉન્ડ નંગ રૂ.200 (4) બે બાઇક રૂ.40,000 (5) મોબાઈલ નંગ – 5 રૂ. 38,000 મળી કુલ રૂ.38,77,330 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

દિવાળી પછી અમદાવાદ શહેરમાં મીટરથી પાણી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશની યોજના

ProudOfGujarat

વડોદરા : ડભોઈના ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!