Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં ઈ-એફ.આઈ.આર અને સાઈબર ક્રાઈમ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જિનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે આજરોજ ઈ-એફઆઈઆર અને સાઈબર ક્રાઈમ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમનો શુભારંભ ભારત માતાના જયગાન સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયશ્રી ચૌધરીએ બાંધી હતી. ઇન્ચાર્જ આચાર્ય ડૉ.કે.એસ.ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા પ્રસંગે ઉદબોધન કર્યું હતું.

ડીવાયએસપી ચિરાગ દેસાઈએ મુખ્ય વક્તવ્ય આપતા કહ્યું હતું કે, ” ઈ-એફઆઈઆરનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટેનો આ પ્રયાસ છે. વાહનચોરી અને મોબાઈલ ચોરીની ફરિયાદ માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. સિટીઝન પોર્ટલ/ સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ ઉપરથી તમે ઘર બેઠા ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. પોલીસ તમારો કોન્ટેક્ટ કરશે. આજના યુગનો સૌથી મોટો સાઈબર ક્રાઈમ છે જે રૂટીન લાઈફમાં સામાન્ય નાગરિકને અસર કરે છે, સાઈબર ક્રાઈમનો ભોગ ન બનાય તે માટે કેટલીક તકેદારી રાખવી જોઈએ. સાઈબર ક્રાઈમમાં મહિલાઓને લગતા અત્યંત સંવેદનશીલ મામલામાં તેમની ઓળખ ગુપ્ત રાખીને સારામાં સારું સોલ્યુશન મળે તેવો પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તે માટે ‘શી ટીમ’ પણ કાર્યરત છે.”

પી.આઈ. રાજેન્દ્રસિંહ વાળાએ ઈ-એફઆઈઆર અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ” દરેક પાસે મોબાઇલ હાથવગો છે. મોબાઈલ ચોરી અને વાહન ચોરી માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. અત્યંત સરળ પદ્ધતિથી કોઈપણ નાગરિક ઈ-એફઆઈઆર કરીને ઝડપથી પોલીસ વિભાગને ઓનલાઇન વાહન અથવા મોબાઈલ ચોરી અંગેની જાણકારી નોંધાવી શકે છે અને તેનું પરિણામ મેળવી શકે છે.” પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ બોરીચાએ ઈ-એફઆઈઆર શું છે તથા ઈ-એફઆઈઆર કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તમામ વિગતો તથા પોલીસ વિભાગની તેના માટેની સક્રિયતા અંગેની વિગતો પ્રોજેક્ટર ઉપર રજૂ કરી હતી.

પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ સાઈબર ક્રાઇમથી બચવા માટે શું કરી શકાય તે માટેની વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ” સાઈબર ક્રાઇમ એવી બાબત છે કે જેમાં ચોરી કરવા માટે ચોર હથિયાર લઈને જ તમારી પાસે આવે એવું જરૂરી નથી. તમે જો મોબાઈલ એકાઉન્ટ ન જાળવો અથવા સાઈબર ક્રાઇમ અંગેની જાગૃતિ નહીં રાખો તો ઊંઘતા ઊંઘતા કે ઘર બેઠા લૂંટાઈ જવાની સંભાવના છે. વિદ્યાર્થીનીઓએ ખાસ સચેત રહેવાની જરૂર છે. સાઇબર ક્રાઈમ કરનાર કોઈપણ નામે નવી ઇમેલ આઇડી અથવા ખોટી ઓળખ ઊભી કરીને( છોકરો હોય તો છોકરી અને છોકરી હોય તો છોકરાના નામે), સંપર્ક કરી, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, મેસેજ કરીને એના સકંજામાં લઈ લે છે અને તમે ન કહી શકો અને છૂટી શકો એવી પરિસ્થિતિ ઊભી થાય છે. સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો. કોઈની વાતોમાં ક્યારેય આવશો નહીં. કારણ કે, ફ્રોડ કરનાર વ્યક્તિ સો જણામાંથી બે વ્યક્તિ પણ એની જાળમાં ફસાઈ તે માટે કોશિશ કરતા હોય છે. ” ઈલાજ કરતાં અટકાવ સારો” અંકલેશ્વર શહેર પોલીસ આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી ઓળખ ગુપ્ત રાખીને પોલીસ પૂરી મદદ કરશે. બને ત્યાં સુધી પોતાની પ્રોફાઈલ લોક રાખો. જો તમે તમારી પ્રોફાઈલ પબ્લિક રાખી હશે પોતે પ્રવાસ ગયા હોવ તો બહારની વ્યક્તિઓને જાણ કરવાની કે સ્ટેટસ મુકવાની કોઈ જરૂર નથી. શક્ય છે કે ચોરને પણ એની જાણ થઈ જશે. યુવાનો, તમે સમાજની કરોડરજ્જુ છો. આત્મરક્ષણ માટે તથા સમાજને સન્માનિત રાખવા માટે કરોડરજ્જુ ટટ્ટાર રહે તે જરૂરી છે. અજાણ્યો નંબર આવે ત્યારે ક્લિક ન કરવું, ઓટીપી શેર ન કરવો google પરથી સર્ચ ન કરતા વેબસાઈટ પરથી સર્ચ કરી શકાય‌. બેંકમાંથી કહેવાતો ફોન આવે અગત્યની માહિતી ન આપી જાતે બેંકમાં હાજર થવું , ફોનમાં અપાયેલી સૂચના અનુસાર કોઈ એપ ડાઉનલોડ ન કરવી. તમારો મોબાઈલ ઈએમઆઈ નંબર લખી રાખજો આરસીબુકની પણ તમારે અલગ કોપી સાચવીને રાખો એ તમને ખૂબ જ કામ લાગશે. ”

કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર અને જાનવી વાળંદે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, આજના યુવાનો માટે ખૂબ જ ઉપયોગી માહિતી પોલીસ વિભાગ તરફથી પ્રસ્તુત કરવામાં આવી હતી. આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર પ્રા.રાજેશ પંડ્યાએ કરી હતી. સફળ બનાવવા માટે સ્વયંસેવકો વિશાલ પટેલ, આઝાદ વસાવા તથા પોલીસ કર્મીઓ ધનેશભાઈ એન. બાંભણિયા તથા દર્પણભાઇ.એન.વસાવા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

ભરૂચ ના ધોળીકુઇ બજાર માં ગટર ખોદકામની કામગીરી દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી હતી.

ProudOfGujarat

સાસણમાં સિંહ પાછળ કાર ચલાવી બોનેટ ઉપર બેસી સીનસપાટા કરતા ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!