ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના પછી સમગ્ર રાજ્યમાં પોલીસ પ્રોહિબિશનના ગુના કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. ઠેર-ઠેર રેડ કરી ગુનાઓ ડિટેઇન કરી કસૂરવાળો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન સ્ટાફને બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં આવેલ મૌર્યા રેસીડન્સી આગળ રોડ પર એક મારુતિ સ્વીફટ કાર નં.GJ-16-CS-2975 શંકાસ્પદ રીતે મળી આવેલ જેની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 મિલીની બોટલ નંગ-52 કિં.રૂ.51,000 તથા બીયર ટીન નંગ-36 કિં.રૂ. 3600 મળી કુલ રૂ.54,600 તથા મારૂતિ સ્વીફટ કિં.રૂ.5,00,000, મોબાઈલ નંગ 3 કિં.રૂ.20,500 મળી કુલ રૂ.5,75,100 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ (1) દિવ્યેશભાઇ દિલીપભાઇ કાનાણી (2) મૌલિકભાઈ મધુભાઈ ઊંજિયા નાઓની ધરપકડ કરી વોન્ટેડ આરોપી સંદીપ સુધાકર ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.
Advertisement