Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ મામલે યુવા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

Share

ગુજરાતના બોટાદ, બરવાળા, ધંધુકા પંથકમાં ઝેરી કેમિકલવાળો દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં 55 જેટલા લોકો મૃત્યુ પામ્યા, જયારે 150 થી વધુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયેલ છે. લઠ્ઠાકાંડના પગલે સમગ્ર પોલીસ તંત્ર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે. પોલીસ તંત્ર હરકતમાં આવી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી રહી છે.

અંકલેશ્વરમાં યુવા કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં યુવા કોંગ્રેસ દ્વારા આ મામલે અંકલેશ્વર શહેરમાં ધરણા યોજી ગુજરાત સરકારની દારૂબંધીની સ્વઘોષિત રાષ્ટ્રીય ઉપલબ્ધિની પોલ ખોલી હતી. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. અંકલેશ્વરમાં કોંગી કાર્યકરો દ્વારા સસ્તો દારૂ મોંઘું તેલ ભાજપ તારો કેવો ખેલ ના બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારના હાય-હાયનો હુરિયો બોલાવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી શહેર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા ખસેડયા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે બનેલ ત્રણ રોડનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ખાતે વૃદ્ધજનો માટે સાધન સહાય માટેના આંકલન તેમજ તપાસણી અંગેનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!