અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓની સુષુપ્ત શક્તિઓ વિકસે તે હેતુસર ફ્રેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને જુદા જુદા પહેરવેશ જેવા કે વ્યવસાયકારો અને નેતાની ઓળખ થાય, પોતાનામાં નીડરતા આવે, તેમની જીજ્ઞાશાવૃતિ સંતોષાય અને આત્મવિશ્વાસ વધે તેવા હેતુસર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો વેશભૂષાથી સજ્જ બની ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોનો ઉત્સાહ વધારવા આ પ્રસંગે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, વહીવટદાર રસીલાબેન કુંભાણી મેડમ,આચાર્ય ધનશ્યામ સાહેબ તેમજ શાળાના શિક્ષકમિત્રો ઉપસ્થિત રહી બાળકોનો ખૂબ ઉત્સાહ વધાર્યો હતો.
Advertisement