અંકલેશ્વર શહેરમાં રાજપીપળા ચોકડી નજીક પદ્માવતી નગર આવેલ છે જેમાં દિલદારસિહં અને તેમની પત્ની આશા દેવી રહે છે સુખી રહેતા પરિવારમાં દિલદારસિહં ને તેની પત્ની ઉપર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સંબંધ છે આ મામલે દિલદારસિહં એ પત્ની આશા દેવી ને વારંવાર આ સંબંધ અંગે પૂછપરછ કરી હતી બંને વચ્ચે સામાન્ય ઝગડો પણ થતો હતો પરંતુ આજરોજ દિલદાર સિહં એ પત્ની આશા ને માથાના ભાગે માર મારતા તેનું મોત થયું હતું પતિ દિલદારસિહં ભાગી છૂટ્યો હતો આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક આશાદેવી ની લાશ ને લઈને પી એમ અર્થે મોકલી આપી હતી આ બનાવ સંદર્ભે પતિ દિલદારસિહં સામે હત્યા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને પતિની ધરપકડના ચક્રો ગતિમાન જીઆઇડીસી પોલીસે કર્યા છે આ બનાવ સંદર્ભે આજે અંકલેશ્વર ના ઈન્ચાર્જ ડીવાયએસપી ભોજાણી એ આ સમગ્ર હત્યા અંગેની વિગતો આપી હતી.
અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે
Advertisement