Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ચોરીના ઇરાદે આવેલ બે ઇસમો ઝડપાયા.

Share

ગતરોજ અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઉપર ઇકો ગાડી લઈને આવેલ સુરતના બે ઇસમો શંકાસ્પદ હાલતમાં ફરે છે, જે સબબ અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી. મળેલ બાતમી મુજબની જગ્યા પર આવતા એક સફેદ કલરની ઇકો ગાડી જેનો RTO રજીસ્ટ્રેશન નંબર GJ-05-RA-0398 હોય જેને કોર્ડન કરી કારમાં બે ઇસમો હોય તેઓને નીચે ઉતારી ઇકો ગાડીમાં તપાસ કરતાં પાછળની સીટ પર લોખંડની હથોડી, લોખંડનો પાઇપ, ગિલોલ તથા લોખંડનો સળિયો મળી આવેલ જે બાબતે ઇસમોને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપેલ નહીં. તેઓ પાસે બિલ કે આધાર પુરાવા માંગતા મળી આવેલ નહીં. બંને આરોપીઓ (1) યોગેશ રામજીવન જયશવાલ (2) રવિભાઈ મહેશભાઇ જીલેકર બંને રહે.સુરત નાઓ પાસેથી કુલ મુદ્દામાલ રૂ.3,00,000 નો કબ્જે કર્યો છે. તેઓ ચોરી કરવાના ઈરાદા સાથે આવ્યા હોવાનું જણાતા પોલીસે તેમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

વલસાડમાં EVMને હેક કરવા સ્ટ્રોંગરૂમ આસપાસ વાઇફાઇ લગાડ્યા હોવાના કોંગ્રેસ-AAPના આક્ષેપ બાદ કલેકટરની સ્પષ્ટતા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!