આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી તેમજ 75 વર્ષમાં ના થયું હોય તેમ અનાજ, દૂધ, દહીં, છાસ, પનીર તેમજ અન્ય સામાન્ય પરિવારને ઉપયોગી ચીજવસ્તુઓ પર GST ના નામે ગબ્બરસિંહ ટેક્ષ લાદી ભારતની પ્રજા સાથે અન્યાય કરી રહી છે. એક તરફ દેશના ગણ્યા ગાંઠ્યા ઉધોગપતિઓનું લાખો કરોડોનું દેવું માફ કરે છે અને બીજી બાજુ ગરીબની રોટલીમાંથી તેઓનો હક મારી રહી હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરાયો હતો.
સાથે જ યુવા કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે તેઓને ED અને CBI ના નામે કાર્યવાહી કરી વિરોધ પક્ષની અવાજને દબાવવાનો પ્રયાસ કરી લોકશાહીનું ખૂન કરી છે, ED ના નામે કાર્યવાહી કરી ચૂંટાયેલ સરકારો તોડી આ દેશમાં તાનાશાહી અને આપખુદશાહી લાદી દેશની કમરતોડી રહી છે. યુવા કોંગ્રેસ ભાજપ શાસિત મોદી સરકારની નીતિનો વિરોધ કરે છે. આ અનુસંધાનમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે બેનરો અને પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ બાદ આગેવાનો તથા કાર્યકરોની અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.
આ વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, શહેર પ્રમુખ જગતસિંહ વાસાદિયા, તાલુકા પ્રમુખ ઉપાધ્યાય સાહેબ, મગનભાઈ માસ્ટર, શિક્ષણ સમિતિના સભ્ય તારીક શેખ, ઉત્તમભાઈ પરમાર, સિકંદર કડીવાળા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, અરુણ વસાવા, મમતાબેન વસાવા, ધર્મેદ્ર સંગલોટ, હેમંત પટેલ, અશરફ દીવાન, હરીશ વસાવા, નુરુ કુરેશી, તેમજ મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
મો.99252 22744