ભરુચ જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા ભરુચ જિલ્લા પોલીસ વડાની સીધી દોરવણી હેઠળ ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કમર કસી રહી છે. જેના ભાગરૂપે ભરુચ જીલ્લામાં અલગ-અલગ પ્રોહી. રેડ કરી લાખોના મુદ્દામાલ સાથે પકડી પ્રશંસાનાં હકદાર બન્યા છે. ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક જ વીકમાં ઉપરા-છાપરી રેડ કરી ગુનાઓ શોધવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સૌ પ્રથમ અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ, માંડવા ટોલનાકા, ધંતૂરિયા અને ફરી માંડવા ટોલનાકા ઉપરથી 64 નંગ ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે બે ઇસમોની અટક કરી છે.
આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ હાઇવે નં.48 ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી ચોકકસ બાતમી મળી હતી કે અંકલેશ્વર ને.હ.નં.48 પરથી પસાર થનાર ખાનગી ટ્રાવેલર્સની બસમાં બે મુસાફરો વિદેશી દારૂનો જથ્થો લઈ જઇ રહેલ છે જે મળેલ હકીકતનાં આધારે એલ.સી.બી ટીમ વોચમાં રહી હકીકત મુજબની ખાનગી ટ્રાવેલર્સની બસને રોકતા તેમાં સવાર બે ઇસમો (1) યુવરાજસિંહ પ્રવિણસિંહ વાઘેલા (2) બલભદ્રસિંહ નટુભા ગોહિલ નાઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-64 તથા મોબાઈલ, રોકડા રૂપિયા મળી કુલ કિં.રૂ.49,215/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.