અંકલેશ્વર તાલુકાનાં જૂના ધંતૂરિયા ગામની સીમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કટીંગ સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરુચે રેડ કરતાં આરોપીઓ મુદ્દામાલ મૂકી ફરાર થઈ જતાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરુચ એલ.સી.બી. નાં પોલીસ કર્મચારીઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી દારૂ/જુગારની પ્રવૃત્તિ કરતાં બુટલેગર પર નજર રાખતા ગઇકાલે તા.18/7/22 નાં રોજ ભરુચ એલ.સી.બી. ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે અંકલેશ્વર તાલુકાનાં માટીયેડ ગામના બુટલેગરે ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને અંક્લેશ્વર તાલકુાના જુના ધંતૂરિયા ગામની સીમમા ટાવર વગામા કટીંગ કરી દારૂનો જથ્થો સગેવગે કરવાનો છે જે આધારે એલ.સી.બી ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ પાડતા મારુતિ સ્વીફટ કારમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીન નંગ 446 તથા ફોરવ્હીલ મળી કુલ રૂ. 2,48,200 નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓ (1) સુનીલ હસમખુભાઇ વસાવા (2) ચિંતન અકનભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પો.સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.