ભરૂચ જીલ્લામાં નવનિયુકત એસ.પી સાહેબે ભરૂચ જિલ્લાની કમાન સંભાળી છે ત્યારથી ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જીલ્લામાં ઘણા સમયથી દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહિબિશન રેઇડનો સિલસિલો ચાલુ છે અને પ્રોહી.એકટ હેઠળ ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં 65(a) a તથા 66 (1) ની કલમોનો સાચો એવો ઉપયોગ થઈ રહ્યો છે જેના ડરથી કેટલાક બુટલેગરો તો ભૂગર્ભમાં ઉતારી ગયાની માહિતી સાંપડી છે.
અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ખાતે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાઈટ પેટ્રોલિંગમા હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ એસ્ટેટમાં અવાવરુ જગ્યાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ થાય છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 223 બોક્ષમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો, બીયર ટીન મળી આવેલા છે. આમ ટાટા ટ્રક, કાર, મોટરસાયકલ મળી કુલ રૂ.31,63,000 ના મુદ્દામાલ ઝડપી બે વોન્ટેડ આરોપી (1) જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઇ પરીખ રહે.અંકલેશ્વર (2) રમાઝાન ઇદ્રીશ શેખ રહે.અંકલેશ્વર નાઓની આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકાનાં માંડવા ટોલનાકા પાસેથી પણ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂ.36,500 ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટક કરેલ છે. ભરૂચ ક્રાઇમ બ્રાંચને હાથ લાગેલ બીજા ગુનામાં માંડવા ટોલનાકા પાસે બે ઇસમો ખાનગી વાહનની રાહ જોઈ રહ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે બાતમીના વર્ણનવાળા બે ઇસમો કાળા થેલા સાથે શંકાસ્પદ વસ્તુ સાથે મળી આવેલ તેઓની અંગજડતી અને તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 45 બોટલ મળી આવેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની વધુ પૂછપરછ કરતાં તેઓએ તેમનું નામ (1) પિનલકુમાર ભગુભાઈ પટેલ રહે.વાપી જી.વલસાડ (2) શિવકાંત ઉર્ફે શિવા શંભુનાથ જગધારી પાલ રહે.પાંડેસરા જી.સુરત મૂળ રહે.ઉત્તરપ્રદેશની ધરપકડ કરી વિવો મોબાઈલ તથા ઓપ્પો મોબાઈલ સહિત કુલ રૂ.36,500 ના મુદ્દામાલ સાથે પકડી વધુ તપાસ કરવામાં આવી રહી છે.