બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ બેંક ઓફ બરોડાના ATM ને કોઇક અજાણ્યા તસ્કર દ્વારા તોડીને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી,જે બાદ મામલા અંગે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.
લોકલ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ સહિત હ્યુમન ઇન્ટેલિજન્સની આધારે તપાસ કરતા મામલે અંકલેશ્વરની ઓ.એન.જી.સી કોલોની વિસ્તારમાં રહેતો જીગ્નેશ છોટુભાઈ વસાવા નાઓની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પૂછપરછ હાથધરી હતી તે દરમિયાન ભાંગી પડેલ જીગ્નેશ વસાવા એ પૈસાની તંગી અને દેવું વધી જતાં તેણે અંકલેશ્વર રાજપીપળા ચોકડી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના ATM ને તોડવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Advertisement
હારૂન પટેલ : ભરૂચ