Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને લગતા પ્રશ્નોને ઉકેલવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત.

Share

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના જી.આઇ.ડી.સી ખાતે જીપીસીબી ને લગતા ઉદ્યોગોના પ્રશ્નોને લઈ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યું હતું. જેમાં રાજયના અગ્ર સચિવોની ઉપસ્થિતિમાં ઉદ્યોગોને લગતા પ્રશ્નો જેવા કે ઉદ્યોગ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ એન.કે નાવડીયા એ નોટિફાઇડ એરિયા કોન્સોલિડેટેડ ટેક્ષ સંદર્ભે આકારણીમાં થયેલ ભૂલો સુધારવા બાબત, રાજયની નોટિફાઈડ વસાહતોમાં વિશિષ્ટ આંતરમાળખાકીય સુવિધાઓની જરૂરિયાત ધરાવતું હોય આમ ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નના નિકાલ માટે રજૂઆત કરી હતી જેમાં મુખ્યમંત્રીનો જન્મદિવસ હોવા છતાં મંડળની વાત સાંભળી ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા નોંધ તૈયાર કરી આપવા જણાવેલ હતું. આમ ઉદ્યોગોને લગતા પ્રશ્નોના સુખદ સમાધાનનો માર્ગ મોકળો થયો હોવાની લાગણી સાથે પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો અને તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ખેડા : મંત્રી કુંવરજી બાવળીયાએ માતર તાલુકાના નગરામાં સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ProudOfGujarat

સુરતમાં કેમિકલ ખુલ્લામાં ઠાલવતા ઝેરી અસરથી 6 મજૂરોનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક નારાયણ ગાર્ડનમાં વાઇપર સાપ જણાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!