Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં સરકારી ગોડાઉનમાંથી ગરીબોના હક્કનો અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

Share

ભરૂચ જિલ્લામાં મોટાપાયે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા ૪ મહિનામાં માત્ર અંકલેશ્વરથી જ ત્રીજીવાર કૌભાંડ સામે આવ્યું છે. ગઇકાલે અંકલેશ્વર જી.આઇ. ડી.સી માંથી સરકારી અનાજના જથ્થો ખાનગી ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. જાગૃત નાગરિકે આ જથ્થો સરકારી ટેમ્પા સાથે ઝડપી પાડતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૧૨ જુલાઈએ જાગૃત નાગરિક અને પત્રકાર ગૌતમ ડોડીઆ દ્વારા અંકલેશ્વર જી.આઇ.ડી.સી માનવ મંદિર આવેલા મધુવન શોપિંગ સેન્ટરમાં સરકારી બારદાનમાં રખાયેલો અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમણે આ અંગે અંકલેશ્વર મામલતદારને ફોન કરીને જણાવતા અંકલેશ્વર મામલતદાર અને પુરવઠા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, મનોજ માણેકલાલ શાહની માલિકીનો ટેમ્પો નંબર જીજે 16 ડબ્લ્યુ 3575 કે જે ડોર સ્ટેપ કોન્ટ્રાક્ટર સત્યેન્દ્રસિંહ રાજપૂતના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહ્યો છે તેમાં આ અનાજનો જથ્થો દઢાલ મોકલવાના બદલે જીઆઇડીસીમાં સંગ્રહ કરાયો હતો. ટેમ્પોના ડ્રાઇવર અને આ ખાનગી ગોડાઉનની વ્યવસ્થા કરી આપનાર સસ્તા અનાજની દુકાનના તોલાટે માણેકલાલ શાહના કહેવાથી આ અનાજનો જથ્થો આ ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો. ડ્રાઇવર પાસે ગેટ પાસ માંગતા તેણે દઢાલ ગામનો ગેટ પાસ બતાવ્યો હતો. જેમાં 155 કટ્ટા ચોખા અને 40 કટ્ટા ઘઉંનો ઉલ્લેખ હતો. પરંતુ આ ખાનગી ગોડાઉનમાં ઘઉંના એક પણ કટ્ટા ન હતા માત્ર ચોખાના કટ્ટા હતા. જેની સંખ્યા 432 હતી. જેથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અહીં સરકારી અનાજના જથ્થો સંગ્રહ કરીને તેને સગ્યા વગર કરવામાં આવતો હતો. અંકલેશ્વર મામલતદાર દ્વારા આ જથ્થાને સરકારી ગોડાઉનમાં લઈ જઈને સીઝ કરવાના બદલે આ ખાનગી દુકાનમાં જ સીઝ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગુનામાં જે ટેમ્પાનો ઉપયોગ થયો હતો તેને મુદ્દામાલ તરીકે ન સમાવી અને ટેમ્પાને સિઝ ન કરાયો તે ચોકાવનારી બાબત છે. આ બાજુ દઢાલના વેપારીએ ખુલાસો કર્યો હતો કે મેં ગોડાઉન મેનેજરને પહેલેથી જ કીધું હતું કે હું મુંબઈ જવાનો હોવાથી મારો જથ્થો 15 તારીખ પછી મોકલજો. તેમ છતાં આ કૌભાંડ આચરવામાં મારી દુકાનના ગેટ પાસનો ખોટી રીતે ઉપયોગ કરાયો છે.

આ અંગે સમગ્ર કૌભાંડ ઉજાગર કરનાર ગૌતમ ડોડીઆએ, ચોકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે, ગત બીજી માર્ચે તેઓએ અંકલેશ્વર સરકારી ગોડાઉનમાંથી નીકળેલો અનાજનો જથ્થો ખાનગી દુકાનમાં સગેવગે થતા ઝડપી પાડ્યો હતો. તેના મજબૂત પુરાવા તત્કાલીન અંકલેશ્વર મામલતદાર હાર્દિક બેલડીયાને આપ્યા હતા. આ ઉપરાંત એવી નવી જગ્યાનું લિસ્ટ આપ્યું હતું કે જો એ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હોત તો માણેકલાલ શાહ અને સત્યેન્દ્રસિંહ રાજપુતનો ખેલ ઉજાગર થઈ શક્યો હોત. આ અંગે જે તે સમયે જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીને પણ રૂબરૂ મળી સમગ્ર હકીકત જણાવી હતી. આ કેસમાં માણેકલાલ શાહ અને સત્યેન્દ્રસિંહ રાજપૂતની સંડોવણી દેખીતી રીતે હતી. પરંતુ ચાર મહિનાથી તપાસના નામે આ કાળા બજારિયાઓને બચાવવાનો પ્રયાસ થતો હતો. ઉપરોક્ત તપાસમાં વિલંબ થવાના કારણે જ માણેકલાલ તેના પુત્ર મનોજ અને સત્યેન્દ્રસિંહને ફરીવાર અનાજ સગેવગે કરવાની હિંમત મળી હતી તેનું આ પરિણામ છે.

Advertisement

Share

Related posts

POG.COMના અહેવાલની અસર. શહેરાનગરમાં કેરીરસ,ઠંડાપીણાની દૂકાનો પર તંત્રનો સપાટો,કેરીરસ સહિતની અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો.

ProudOfGujarat

હાંસોટ : વરસાદને પગલે હાઇસ્કૂલમાં પાણી ભરાતા તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવાઈ.

ProudOfGujarat

ઝઘડીયા પંથકમાં ઘરફોડ ચોરોનો આતંક : નગર તથા જીઆઇડીસીમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!