Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની કબર પર અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર એ પુષ્પાંજલિ અર્પણ કરી.

Share

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદભાઈ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી.

ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે મરહુમ અહેમદભાઈ પટેલની કબર પર જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓના કાર્યોની સુવાસ આજીવન સમગ્ર દેશમાં ફેલાતી રહેશે એવું મંતવ્ય પણ વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા તેમજ ભરૂચ શહેર કોંગ્રેસ અગ્રણી અને કામરેજના પ્રભારી પરેશ મેવાડા સહિત કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરજીભાઈ ઠુમ્મરે ત્યારબાદ મરહુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલની તેમના નિવાસસ્થાન ફોન કોલ પર ખબર અંતર પૂછ્યા હતા. બકરી ઈદ નિમિત્તે તેઓ અહેમદભાઈ પટેલની કબર પર શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા આવ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસર રોડ પર સમની નજીક ટ્રકમાં આગ લાગી.

ProudOfGujarat

વડોદરા : વડસર-કોટેશ્વર રોડ ઉપર વિશ્વામિત્રીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 88,000 કરતાં વધુ મતોથી સાતમી વખત વિજેતા જાહેર થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!