Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક હાઈવા ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતા મોત.

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતો ઘટના જાણે કે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં દર બે દિવસે સર્જાતા અકસ્માતમાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે તો કેટલાક મોત ને ભેટી રહ્યા છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કાપોદ્રા પાટિયા પાસે ટ્યુશનેથી પરત ફરી રહેલા વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર લોકોના ટોળા જામ્યા હતા. જોકે પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી જઈ મૃતક વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વાલિયા માર્ગ પર રસ્તાની બંને તરફ દબાણોનું પ્રમાણ ખૂબ વધ્યું છે જેના કારણે રાહદારીઓને ફૂટપાટની જગ્યાએ રસ્તા ઉપરથી ચાલીને પસાર થવું પડતું હોય છે જેને પગલે અવારનવાર આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ અંકલેશ્વર પંથકમાં બનતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
9925422744
9427788246


Share

Related posts

જામનગરમાં “હાલાર ટ્રોફી 2020” નું ૭૫ માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન.

ProudOfGujarat

સિગ્મા અને પારૂલ યુનિવર્સીટીની કોલેજોમાં પંચમહોત્સવનો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના જુના પાદરા રોડની સોસાયટીમાં વૈભવી બંગલામાં ચાલતું કુટણખાનું ઝડપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!