અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા 10 એકર જમીનમાં સામાજીક વનીકરણ માટે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, 10 એકર જમીનમાં 6 હજાર વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક સાથે ગુરુવારના રોજ અંકલેશ્વર વનવિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપનીને જીતાલી ગ્રામપંચાયત દ્વારા સામાજીક વનીકરણ માટે સીમમાં 10 એકર જમીન ફાળવી છે. ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા 10 એકર જમીનમાં 6 હજાર વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે વંદે ગુજરાત અભિયાન હેઠળ કંપનીના ડાયરેક્ટર અશોક પંજવાણી, અંકલેશ્વર વનવિભાગના આરએફઓ ડી.વી ડામોર અને જીતાલી ગામના સરપંચ મહમ્મદભાઈ પાંડોરની અધ્યક્ષતા હેઠળ 200 વૃક્ષોનું વાવેતર કરી સામાજીક વનીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સાથે ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા વાવતેર કરેલ વૃક્ષોના જતન સાથે ઉછેરની પણ જવાબદારી સ્વીકારી છે, આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, ભાજપ મહામંત્રી કેતન પટેલ, ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપનીના સીઈઓ બી ડી દલવાડી, મનોજ પટેલ, સીએસઆર ના નરેન્દ્ર ભટ્ટ તેમજ મીરાબેન પંજવાણી સહીત જીતાલી ગામના આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.
અંકલેશ્વરના જીતાલી ગામ પાસે ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રકચર કંપની દ્વારા વૃક્ષારોપણ કરાયું.
Advertisement