અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં ચાલતા “ઓપરેશન કલીનઅપ” ના નામે ભૂતિયા કનેકસનો શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને તે ઉચ્ચ સ્તરે લેવાયેલ નિર્ણયો ના ભાગ રૂપે અમલવારી થઇ રહી છે. જેમાં ઘણી બધી સફળતા હાથ લાગી છે. અને વર્ષો થી ચાલતા ગેરકાયદેસર ના ખોટા અને ભૂતિયા કનેકસનો શોધી કઢાયા છે. જેમાં GEMI. GPCB. અને NCT ના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ નોટિફાઈડ ના અધિકારીઓ આ કાર્યવાહી હાથ ધરે છે.હજુ ઘણા બધા વિસ્તારમાં આ કાર્યવાહી કરવાની બાકી છે. અને આ સારી કામગીરી ને બીરદાવવાને ને બદલે કેટલાક ઉદ્યોગપતિ આ કામગીરી માં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કરી રહયા છે. અને કામગીરી કરી રહેલ અધિકારીઓ ને ધમકીઓ આપવાના કિસ્સાઓ બન્યા છે. જે દુઃખદ છે. અને ગાંધીનગર માં ઉચ્ચ અધિકારીઓ ને આ બાબત ની જાણકારી કરવામાં આવી છે જ્યાં આ બાબત ની ગંભીર નોંધ લેવામાં આવી છે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.કેહવાય છે કે
વધુ ને વધુ નફો કમાવવાની લાલચ માં પર્યાવરણ ને ગંભીર નુકશાન પોહચડતા આવેલ આ ઉદ્યોગપતિ ને આ કાર્યવાહીમાં તેમને પોતાનું આર્થિક નુકસાન થતું દેખાય છે. જેથી તેઓ સરકારી આદેશો નો અમલ કરતા આ કર્મચારીઓ.અધિકારીઓ ને ધાક ધમકી આપી આ કામગીરી ને રોકી ને કે પ્રભાવિત કરવાના નિષ્ફળ પ્રયાસો કરાયા હતા તેને પર્યાવરણ વાદીઓએ વખોડયા હતા. અને ઔદ્યોગિક એસોસિએશને આવાં કિસ્સાઓ માં નિષ્પક્ષ ભૂમિકા ભજવવી જોઈએ.
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં ચાલતા “ઓપરેશન કલીનઅપ” ના નામે ભૂતિયા કનેકસનો શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને તે ઉચ્ચ સ્તરે લેવાયેલ નિર્ણયો ના ભાગ રૂપે અમલવારી થઇ રહી છે. જેમાં ઘણી બધી સફળતા હાથ લાગી છે.
Advertisement