મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તથા બીબીએ પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉ. કેતન ઉપાધ્યાયે ” કોર્પોરેટ્સ પોતાની સામાજિક જવાબદારી કઈ રીતે વહન કરી શકે ? ” પર્યાવરણને સાંકળીને આ વિષય પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી વ્યાખ્યાન આપ્યું હતું.
એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયશ્રી ચૌધરીએ પ્રસ્તાવના બાંધી હતી તથા વક્તાનો પરિચય આપ્યો હતો. પ્રાસંગિક ઉદબોધન ઇન્ચાર્જ આચાર્શ્રી ડૉ.કે.એસ. ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ” પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વર્તમાન સમયમાં અનિવાર્ય બાબત બની ગઈ છે.”
મુખ્ય વક્તા ડૉ. કેતન ઉપાધ્યાયે પર્યાવરણ વિશે વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે,” આજે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. પરંતુ કેટલીક વખત આ બધું પર્યાવરણ અને સમાજને નુકસાનકારક બનતું હોય છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે : ‘ સબ કા સાથ સબ કા વિકાસ ‘ SEBI એ બિઝનેસ રિસ્પોન્સિબિલિટી સસ્ટેનેબલ રિપોર્ટિંગ માટે 2022 માં નિયમો બનાવ્યા છે. ઇન્ડિયન કોર્પોરેટ સેક્ટરે આ નિયમોનું કડકપણે પાલન કરવાનું હોય છે. કોર્પોરેટની જવાબદારી નાગરિકની જેમ રહેશે. પર્યાવરણ પ્રત્યેની સજાગતા, માનવ અધિકારો, સસ્ટેનેબલ ઉત્પાદન, કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અભ્યાસ અને મેડિકલ સહાય આ બધાનું ધ્યાન રાખવાનું છે. કોર્પોરેટના એન્યુઅલ રિપોર્ટમાં આ બાબતે એમણે શું યોગદાન આપ્યું છે એ બધી વાતોનો ખ્યાલ આવે છે. મટીરીયલિસ્ટિક વાતાવરણમાં મટીરીયલિસ્ટિક ગ્રોથ થયો, ઇન્ડસ્ટ્રીઝ વધી, રોડ સારા થયા પરંતુ ઓવર ઓલ ડેવલપમેન્ટ, ઓવરઓલ ગ્રોથમાં આ મુદ્દો આપણે ભૂલી રહ્યા છીએ કે આવનારી જનરેશન માટે ચોખ્ખી હવા, ચોખ્ખા પાણી તથા લાંબા સમય સુધી બેલેન્સ કરીને જીવી શકાય તેવા પર્યાવરણનો વારસો આપવા માટે આપણે પર્યાવરણ પ્રત્યે સજાગતા-જાગૃતતા રાખવી પડશે. ”
કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયારે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ” આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કોલેજને ટેકઓવર કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ પર મોટો ઉપકાર કર્યો છે. અમે કોલેજના વિકાસ માટે સતત કાર્યશીલ રહીશું. ડૉ. કેતન ઉપાધ્યાયનું વક્તવ્ય ખૂબ ઉપયોગી નીવડશે. આ પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન થતું રહે એ વિદ્યાર્થીઓએ માટે જરૂરી છે.”એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા રાજેશ પંડ્યાએ આભાર વિધિ કરી હતી.