Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે સોલીડ વેસ્ટનો નિકાલ કરતો આઇસર ટેમ્પો ઝડપાયો.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક આઇસર ટેમ્પો નં.GJ-16-AV-3222 માં હેઝાર્ડ વેસ્ટ પાનોલી જી.આઈ.ડી.સી માં આવેલ વામોટેક કંપનીમાંથી ભરી ખરોડ ગામની સીમમાં ખાલી કરવા જઈ રહેલ છે જેથી બાકરોલ બ્રિજ નજીક બે પંચના માણસો અ.પો.કો અનિરુદ્ધસિંહ મારફતે બોલાવી પંચોને બાતમી હકીકતથી વાકેફ કરી સાથેના પોલીસ માણસો સાથે બ્રિજથી બાકરોલ ગામ તરફ જઇ ખરોડ ગામ તરફ જવાના રોડ ઉપર જતાં સામેથી બાતમીવાળો ટેમ્પો આવતા તે ટેમ્પો રોકી જોતાં તે ટેમ્પામાં એક ડ્રાઈવર તથા 2 માણસો બેઠા હતા. ડ્રાઈવરનું નામ પૂછાતા કનૈયાલાલ શકટુ યાદવ રહે.અણસાર માર્કર અંકલેશ્વર મૂળ રહે. ઉત્તરભારત તથા સાથેના માણસો પૈકી એકનું નામ અરુણકુમાર પૃથ્વીરાજ બાસદેવ વર્મા રહે. અણસાર માર્કેટ અંકલેશ્વર મૂળ રહે. યુ.પી હોવાનું જણાવેલ અને ત્રીજાનું નામ પૂછતા અખિલેશકુમાર રામઅનુજ શુકલ જણાવેલ. સદર ઇસમોને સાથે રાખી તેમપાને ચેક કરતાં તાડપત્રી નીચે જુદા-જુદા કલરની સ્ક્રેપ બેગ ભરેલ હતી જે વેસ્ટ કેમિકલ જેવા પદાર્થની ખરડાયેલ હતી અને એસિડિક એસિડ હોવાનું જણાવેલ જેથી સદર સ્ક્રેપ બેગ વિષે પૂછતા વામોટેક કંપનીમાંથી ચાંદભાઈ મનિહાર ભંગારવાલા અણસાર માર્કેટ ભડકોદ્રાવાળના કહેવાથી ભરેલ હોવાનું પંચો રૂબરૂ જણાવેલ. જેનું વજન કરાવેલ નથી જેથી ટેમ્પામાં રહેલ સ્ક્રેપ બેગમાં એસિડિક છે કે કેમ તેની ચકાસણી GPCB તથા FSL મારફતે કરાવવી જરૂરી હોય અને રાત્રીનો સમય હોય જેથી ટેમ્પોને હાજર ડ્રાઈવર મારફતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન લાવી રાખવામા આવેલ.

ડ્રાઈવર કનૈયાલાલ સાથે રાખી આઇસર ટેમ્પા નં.GJ-16-AV-3222 તથા અંદર ભરેલ સ્ક્રેપ બેગ જેનું વજન આશરે 3000/- કી.ગ્રા જેટલું હોય શકે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં સેકશન 336,114 તથા પર્યાવરણ સુરક્ષા અધિ.ની કલમ 15 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કર્યું : પ્રેમીએ પ્રેમિકાની આખરી ઇચ્છા કરી પૂરી.

ProudOfGujarat

અંકલેશ્વરના ભાટવાડ ખાતેથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

ProudOfGujarat

ભરૂચ : મકાનમાં તોડફોડ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો, દયાદરા ગામનું હોવાનું અનુમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!