ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર સતત બીજા દિવસે ભારે ટ્રાફિકજામ થતાં 15 કી.મી. સુધીની લાઈનો જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જ હાઇવે જર્જરિત બનતા વાહન ચાલકોની ગતિ અવરોધાઈ હતી અને જેને પગલે આંતરિક રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા હતા.
નેશનલ હાઇવે અપે ચક્કાજામ થતાં ઈમરજન્સી સેવાઓને પણ ગંભીર અસર પહોંચી હતી. એટલું જ નહીં આએમ્બ્યુલન્સ સેવા અટકી જતાં દર્દીઓની ગંભીર હાલત વધુ ગંભીર બની હતી. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહત માટે દુનિયાભરમાં આગવું સ્થાન ધરાવે છે. હજારો ભારે ભરખમ વાહનોની અવરજવર નિત્ય ચાલતી હોય છે જેને કારણે રસ્તાઓની ખસ્તા હાલત થઈ છે અને ટ્રાફિકજામ થતો હોય છે. જેની જન-જીવન પર ગંભીર અસરો જોવા મળે છે. તંત્ર દ્વારા છ લાઇન હાઈવેનું નિર્માણ કાર્ય ચાલુ થયું છે પરંતુ તેને રાબેતા મુજબ થતાં વર્ષો લાગે તેમ છે. ત્યાં સુધી ભરૂચ જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વારંવાર હાઈવેની મરામત છતાં ચોમાસાની સીઝનમાં હાઇવે બિસ્માર બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે ત્યારે હાઇવે ઓથોરીટી યોગ્ય રીતે કામગીરી કરે તે અત્યંત જરૂરી છે. ટ્રાફિકના કારણે ઈંધણ અને સામનો પણ વ્યય થઈ રહ્યો છે. ખાસ કરીને વડોદરાથી સુરત જતી લાઇન ઉપર જ ટ્રાફિકજામ થતો હોય છે. હાઇવે ઉપર ટ્રાફિકજામની અસર અંકલેશ્વર/ભરૂચ શહેરમાં વર્તાઇ રહી છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને પોલીસ વિભાગ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે સમયની માંગ છે.