Proud of Gujarat
FeaturedGujaratINDIA

અષાઢી બીજના દિવસે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ અંકલેશ્વર શહેરમાં નગરચર્યાએ નીકળ્યા.

Share

આજરોજ અષાઢી બીજ નિમિત્તે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ રથ પર સવાર થઇ નીકળ્યા હતા, અંકલેશ્વરના હરિદર્શન સોસાયટીમાં ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલ છે, જ્યાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાથી યાત્રાનું આયોજન કરવામાં આવતું નહતું, પરંતુ આ વર્ષે જયારે કોરોના કાબુમાં છે અને તમામ ધર્મના તહેવારો ઉજવાઈ રહ્યા છે તો આ વર્ષે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા હરિદર્શન સોસાયટીથી લઈને ભરૂચી નાકા, સેલારવાડ, કરોળિયાવાડ, ચૌટા બજાર, પંચાટી બજાર, ભાંગવાડ થઇ મંદિર પરિસરમાં પરત થઇ હતી.

યાત્રાના આયોજક જીતુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારથી અંકલેશ્વરમાં નીકળે છે ત્યારથી યાત્રાની શરૂઆતથી જ સાથે રહેનાર અને મુસ્લિમ સમાજ વતી ગામમાં શાંતિ અને સલામતી ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે હેતુસર દરેક તહેવારોમાં પોતાની હાજરી આપનાર શહેરના અગ્રણી અને જેમની દરેક કોમમાં અનહદ ચાહનાઓ છે એવા અમારા વડીલ સિકંદરભાઈ ફડવાલા અમારી વચ્ચે નથી રહ્યા જેમની ખોટ કદાપિ પુરી શકાય એમ નથી. ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમની વર્ષોની પરંપરા એમના દીકરાએ જાળવી રાખી એનું અમને આનંદ છે. એમના આપેલ સંસ્કારો એમના દીકરામાં આવ્યા એ અમારા માટે હર્ષની વાત છે, એમની જગ્યાએ એમના દીકરા વસીમ ફડવાલા એ હાજરી આપી હતી, જયારે મુસ્લિમ આગેવાનો પૈકી બખ્તિયાર પટેલ, રિટાયર્ડ પીઆઈ મોહમ્મદ અલી શેખ, ઉપસ્થિત રહ્યા હતા. જયારે આયોજકો પૈકી જીતુભાઈ પટેલ, ઉજ્જવલ નાણાવટી, ગંગાદાસ બાપુ, મહેન્દ્ર પુષ્કર્ણા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ, શહેર પીઆઇ વાળા સાહેબ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, ચેરમેન સંદીપ પટેલ, સુરેશ પટેલ, જનક શાહ, કમલજીત ઠાકોર, હરીશ પુષ્કર્ણા, સંદીપ જમિયત પટેલ, નિલેશ પટેલ, રમણભાઈ પટેલ, અરવિંદ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : ઠંડીમાં ઘરમાં તાપણું કરી સૂઈ રહેલા દંપતીનું ધુમાડાથી મોત

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પી.એચ.સી. ની સ્ટાફ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

ખેડા જીલ્લાનાં કપડવંજ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિંટન કોમ્પિટિશન યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!