Proud of Gujarat
FeaturedGujaratINDIA

દશુ તો ગયો…અંકલેશ્વરના હજાત ગામના કુખ્યાત બુટલેગરનો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસે સતત લાલઆંખ કરી છે, તેવામાં અંકલેશ્વરના હજાત ગામ ખાતેથી પોલીસે દરોડા પાડી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડયો છે, અંકલેશ્વર તાલુકાના કાનવા ગામ તરફથી માટીયેડ ગામ તરફ આવતી નહેર પાસે મૂકવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થાને ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ બાતમીના આધારે ઝડપી પાડયો હતો.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની ૩૬૯૬ બોટલો મળી કુલ ૪,૭૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા રહે-હજાતગામ, અંકલેશ્વર નાને વોન્ટેડ જાહેર કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન*

ProudOfGujarat

ભરૂચ : વલસાડ જીલ્લામાંથી ઉઠાંતરી કરેલ 3 બુલેટ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

નેત્રંગના શણકોઇ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી ૪ આરોપીઓની કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!