તા. ૨૫/૦૬/૨૦૨૨ ને શનિવારના રોજ સ્વચ્છ શાળા સુંદર શાળા પીરામણ એટલે કે પ્રા. શા પીરામણમાં પ્રવેશોત્સવ કાયૅક્મ તથા કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી. આ કાયૅક્રમમાં ચેરમેન,આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત ભરૂચ આરતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રૂટ લીએઝન તરીકે કે. નિ. વષાૅબેન પટેલ સાથે ગામના ઉપસરપંચ ઇમરાન પટેલ, તલાટી કમ મંત્રી મૌલિકભાઇ, એસએમસી સભ્યો, વાલીમિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાયૅક્મની શરૂઆત દિપપ્રાગટ્ય તેમજ શાળાના વિદ્યાર્થીઓની પ્રાથૅનાથી કરવામા આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવ આરતીબેન પટેલ તથા ઉપસ્થિત મહેમાનોએ આંગણવાડીના બાળકો, ધો. ૧ ના ૫૧ બાળકો, ધો. ૨ થી ૮ માં ખાનગી તેમજ સરકારી શાળામાંથી આવેલ તેમજ પુનઃપ્રવેશ પામેલ બાળકોને પ્રવેશ કરાવી પ્રવેશોત્સવની ઉજવણી કરવામા આવી હતી. કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે શાળાની શેખ તાહેરાએ આઝાદીકા અમૃત મહોત્સવ પર અને સિન્હા કિરણકુમારીએ બેટી બચાવો બેટી પઢાઓ પર વક્તવ્ય દ્વારા મંચસ્થ મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રતિભાશાળી બાળકો તેમજ પ્રતિભાશાળી શિક્ષિકાબેન, ધો. ૧ થી ૮ માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનુ તેમજ દાતાશ્રીનુ મહાનુભાવો દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ. કાયૅક્મના મુખ્ય મહેમાન આરતીબેન પટેલ દ્વારા ગુણવતાયુકત શિક્ષણ તેમજ શિક્ષણમાં અંગ્રેજી વિષય પર વધુ ભાર મુકવા તેમજ બાળકો ઉચ્ચ અભ્યાસ કરી ખુબ આગળ વધે તેવુ પ્રેરક ઉદબોધન કરવામા આવ્યુ હતુ. કાયૅક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. આ રોપાઓને આરતીબેન પટેલે શાળાના શિક્ષક તેમજ વિદ્યાર્થીને તેની કાળજી અને સંભાળ માટે દત્તક આપવામા આવ્યા હતા. શાળાના વિદ્યાર્થી ખુશી તેમજ વસાવા યશ દ્વારા શાળા પરિસરની મુલાકાત કરાવવામાં આવી હતી. આંગણવાડી તેમજ ગ્રામ પંચાયત પીરામણની ચેરમેન, આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત ભરૂચ મુલાકાત લીધી હતી. સમગ્ર કાયૅક્રમનુ સંચાલન ધો. ૮ ના વિદ્યાર્થીઓ સિન્હા કિરણકુમારી તેમજ જાફર આતિફે કયુૅ હતુ. આમ પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.
અંકલેશ્વર : પીરામણ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
Advertisement