પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદ્ર ગામ પાસે આવેલ આદિત્ય નગર સોસાયટીના મકાન નંબર-૪૦મા રહેતા યોગેન્દ્રસિંહ ભારતસિંહ સાગળોડ પોતાની પત્ની બીમાર હોય જેઓને અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હતા તે દરમિયાન ગત તારીખ-૧૫મી એપ્રિલના રોજ મધરાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી અંદર મુકેલ બે તિજોરીના લોક તોડી તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની કિમત રૂપિયા ૪ લાખ ૩૮ હજારનો મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે મકાન માલિક યોગેન્દ્રસીહ સાગળોડને થતા તેઓએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે જાણ કરી હતી ચોરીના બનાવને પગલે પોલીસ તાત્કાલિક દોડી આવી તપાસ હાથ કરી હતી પોલીસે સામેના મકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક બાઈક પર જતા ત્રણ યુવાનો સીસીટીવીમાં કેદ થયા હતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોધી એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડની મદદ લઈ વધુ તપાસ આરભી છે.
અંકલેશ્વરના ભડકોદ્ર પાસે આવેલ આદિત્ય નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે સામેના મકાનના સીસીટીવી કેમેરામાં ત્રણ યુવાનો બાઈક પર જતા કેદ થયા છે
Advertisement