Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરાઈ..!!

Share

ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી બુટલગરો અને બે નંબરી તત્વો સામે પોલીસે સતત લાલઆંખ કરી છે, જિલ્લામાં છેલ્લા બે માસમાં વિવિધ સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે અનેક બુટલગરોને જેલના સળિયા ગણતા કરી નાખ્યા છે તેવામાં વધુ એક બુટલેગરને પોલીસે અંકલેશ્વરના બોરભાઠા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળીયા ગણતા કર્યા છે.

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામે પેરોલ ફ્લો સ્કોડ દ્વારા દરોડા પાડી બુલેટ ટ્રેન પ્રોજેકટ નજીક વિદેશી શરાબનું વેચાણ કરતા બુટલેગર કમલેશ અર્જુનભાઈ વસાવાને રૂપિયા ૬૨૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય બે બુટલેગર મહેશભાઈ મોહનભાઈ ઠાકોર તેમજ દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટનો માહોલ છવાયો છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

વિશ્વ મહિલા દિવસની ઉજવણી…આ દિવસ ઉજવવા પાછળનો હેતુ

ProudOfGujarat

એસ.આર.પી.જૂથ-૧૦, રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી કરાઇ

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગ્નની લાલચ આપી યુવાન અને તેના પરિવારજનો પાસેથી ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!