Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક યથાવત, નવા બોરભાઠા ગામના પટેલ ફળીયા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી હજારોની ચોરીની ઘટનાને અપાયો અંજામ..!

Share

અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક બાદ એક ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપી રહ્યા છે, તેવામાં વધુ એક ઘટના સામે આવી છે, અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો હતો.

અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં બંધ મકાનના નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી ૬૪ હજાર ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો છે, ચોરીની ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી

ProudOfGujarat

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સરફુદ્દીન ગામે નર્મદા નદીનાં ઓવારે ખેલાયેલા ખૂની ખેલમાં આવ્યો નવો વળાંક…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!