તા. ૨૨/૦૬/૨૦૨૨ ના રોજ પીરામણ ગામની પ્રાથમિક શાળા ૮૬ વષૅ પૂણૅ કરી ૮૭ માં વષૅમા પ્રવેશ કરી રહી છે ત્યારે શાળાના સ્ટાફગણ, એસએમસી સભ્યો તથા ગામના સહકારથી પ્રા. શા. પીરામણના જન્મદિનની રંગેચંગે ઉજવણી કરવામા આવી.
આજ શાળામા અભ્યાસ કરેલ ૮૦ વષૅના વયોવૃધ્ધ વડીલ દ્વારા કેક કાપવામાં આવી. શાળામા અભ્યાસ કરેલ અને હાલ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. શાળાના એનઆરઆઇ સ્ટુડન્ટ સલીમભાઇનુ પણ સન્માન કરવામા આવ્યુ. શાળાના બાળકોને ચોકલેટ વિતરણ કરવામા આવ્યુ. ભૂતપૂવૅ વિદ્યાથીૅઓએ પોતાના સંસ્મરણો રજૂ કયાૅ હતા.
શાળાના ભૂતપૂવૅ વિદ્યાથીૅ તેમજ વયોવૃધ્ધ વડીલ દ્વારા પ્રેરક ઉદ્ઘાટન કરવામા આવ્યુ. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ભરૂચની શ્રેષ્ઠ શાળા પૈકીની એક શ્રેષ્ઠ શાળા તેમના વક્તવ્યમાં જણાવવામાં આવ્યુ જેની ઉપસ્થિત સમગ્ર ગામજનોએ નોંધ લીધી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરૂણભાઇ ચૌધરી સાહેબ, ગામના ઉપસરપંચ ઇમરાનભાઇ પટેલ, માજી સરપંચ સલીમભાઇ પટેલ, ગ્રામ પં. સભ્ય હાફુઝુદ્દીન કાનુંગા, એહમદ હાટીયા, યાકુબ હાટીયા, અનવર હાટીયા, એસએમસી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સનફામાૅ કંપનીમાંથી સીએસઆર હેડ સેહજાદ બેલીમ, એનજીઓમાં અગસ્ત્યા ઈન્ટર નેશનલ ફાઉન્ડેશનમાંથી નિમેષભાઇ પટેલ તથા અમેરીકન ઈન્ડિયા ફાઉન્ડેશનમાંથી દિપકભાઇ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ સભ્યોએ શાળાના શિક્ષકોના ટીમવકૅથી થયેલ કાયૅની નોંધ લીધી હતી. આમ, સ્વચ્છ શાળા સુંદર શાળા પીરામણના સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરવામા આવી હતી.