Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, ગડખોલ વિસ્તારમાં જવેલર્સની શોપને નિશાન બનાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ જિલ્લાના વિવિધ સ્થળેથી ચોરીઓ અંગેના બનાવો અવારનવાર સામે આવતા હોય છે, એમાં પણ અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ચોરીની વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચ્યો છે.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ દિપક જવેલર્સ નામની શોપને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં પ્રવેશ કરી તેમાંથી અંદાજીત ૧.૪૧ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઇ જતાં ભારે ખળભળાટ મચ્યો હતો, રાત્રીના સમયે આવેલા તસ્કરોએ બિન્દાસ અંદાજે દુકાનોમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરોની તમામ હરકત દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

હાલ સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે, મહત્વની બાબત છે કે ભરચક વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો હોય તેમ સમગ્ર ઘટના બાદથી લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું..!!

Advertisement

હારુન પટેલ


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની વેરા વધારા નીતિ સામે વિપક્ષ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે સહી ઝુંબેશ કર્યું

ProudOfGujarat

લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

ProudOfGujarat

ગુજરાતના યુવાને બાબાસાહેબ આંબેડકરની પેઇન્ટિંગ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!