અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ યોગ કર્યા હતા. ઈન્ચાર્જ આચાર્ય ડો. કે. એસ.ચાવડાએ યોગ વિશે સમજૂતી આપતા કહ્યું હતું કે, ” ‘યોગ ભગાવે રોગ’ નિયમિત યોગ કરવાથી તમે ઘણી બધી શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.” શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો મનેષ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને આભારવિધિ કરી હતી.
યોગ શિક્ષક નીરવ પટેલે વિવિધ યોગાસનો અને પ્રાણાયામની વિવિધ મુદ્રાઓ દર્શાવી હતી, વિશાલ મિસ્ત્રીએ નિદર્શનમાં સહયોગ આપ્યો હતો. યોગાસન, પ્રાણાયામ, શારીરિક કસરતો અને ધ્યાન કરાવવામાં આવ્યું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. કે.એસ. ચાવડાએ સૌને યોગદિવસ નિમિત્તે સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશાલ પટેલ, આઝાદ વસાવા તથા શિવમ વસાવાએ જહેમત ઉઠાવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય તથા પૂર્વ સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલના અથાગ પ્રયત્નોને કારણે આર્ટસ અને કોમર્સ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ આપતી ગ્રાન્ટ ઈન એઈડ “શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ” જીનવાલા કેમ્પસમાં ધમધમતી થઈ ગઈ છે.
અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
Advertisement