અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું, NHAI ૪૮ દ્વારા કુલ ૪૦૦૦૦ વૃક્ષારોપણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આજના આ પ્રસંગે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેક્ટ ડાયરેક્ટ સુરજ સિંહના વરદ હસ્તે વૃક્ષા રોપણનું શુભ-આરંભ કરવામાં આવ્યો અને આ પ્રસંગે આસીસ્ટન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન, વિવેક સિંગ (આઈ.ઈ), દિગ્વિજય પ્રતાપસિંગ (RE), રાજુભાઈ, દિલીપસિંહ, જસવંત સિંહ તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમભાઈ પટેલ, હરેશભાઈ પરમાર અને અન્ય સભ્યો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટ સુરજ સિંહે આજના દિવસને વૃક્ષારોપણ માટે થયેલ પસંદગી અને આપણા જીવનમાં વૃક્ષારોપણના મહત્વની સમજ આપી હતી.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલે પ્રોજેક્ટ હેડ સુરજસિંહને મોટી સંખ્યામાં અને મોટા વૃક્ષોના વૃક્ષારોપણના અભિગમને બિરદાવ્યા હતા.તેમજ આ રોપેલ વૃક્ષોની સારી માવજત થાય તેમજ દર વર્ષે આ રોપેલ વૃક્ષોનું ઓડીટ થાય એવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.