Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે ઓમ સાંઈ યોગા ગ્રુપ દ્વારા અંકલેશ્વર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

Share

ઓમ સાંઈ યોગા ગ્રુપ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે અંકલેશ્વર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, ઓમ સાંઈ યોગા ગ્રુપના સ્થાપક હિરલબેન ઉપાધ્યાય અને ધવલભાઈ ઉપાધ્યાયના સહયોગથી બહેનો રમતગમત ક્ષેત્રે સક્રીય થઈ આગળ આવે તે હેતુથી પ્રથમ વખત આ આયોજન અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું જેમાં કુલ ૪ ટીમો એ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમા અંકલેશ્વરના નોટીફાઇડ એરીયા બીજેપીના પ્રમુખ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ અને લાયન્સ સ્કૂલના ચેરમેન જશુભાઈ ચૌધરી, લધુ ઉદ્યોગ ભારતી દહેજના વાઈસ પ્રેસિડેન્ટ પરેશભાઈ ગુજ્જર, બીજેપી ઈકોનોમિક સેલ ભરૂચના સહ-કન્વિનીયર હાર્દિકભાઈ ગુજ્જર તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક હેમાબેન પટેલ તથા પ્રકાશચંદ્ર પટેલ હાજર રહી વિજેતાઓને ટ્રોફી તથા સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ હિરલબેન ઉપાધ્યાય અને ધવલભાઈ ઉપાધ્યાય, ઓમ સાંઈ યોગા ગ્રુપ તથા સહયોગીઓનો અંકલેશ્વર તથા ભરૂચની બહેનોએ આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

આ છે 9 જૂનની પાંચ ભાગ્યશાળી રાશિઓ, શું તમારી રાશિ આ લકી યાદીમાં છે?

ProudOfGujarat

લીંબડીનાં આર.આર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કોરોના સાણંદ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં આડેધડ રોડ પર પાર્ક કરાતા વાહનોને લઇને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!