આજરોજ અંકલેશ્વર તાલુકામાં વર્ષાઋતુનું આગમન થયું છે. ગરમીથી પરેશાન પ્રજા અને ખેડૂતો વરસાદના આગમનની રાહ જોતા હતા તેમના માટે આ વરસાદ આનંદ લઈ આવ્યો હતો. જોકે અંકલેશ્વરના પીરામણ ગામની હેપ્પી નગર સોસાયટીમાં રહેતા લોકો માટે આ પ્રથમ અને ઓછો વરસાદ પણ આફતરૂપ સાબિત થયું હતું. આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો ના હોવાથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી ગ્રામજનો તકલીફમાં મુકાયા હતા.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ”વરસાદી પાઈપલાઈન અને ચેમ્બરોમાં માટી પુરાઈ ગઈ છે. જેની જાણ પીરામણ ગ્રામ પંચાયતના સત્તાધીસોને હોવા છતાં તે દુર કરવામાં આવી નથી. પીરામણ ગ્રામ પંચાયત દ્વારા વરસાદી ગટરોની પ્રી-મોન્સુન કામગીરી ના થઈ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને જો હાલ પણ યોગ્ય કામગીરી ના કરવામાં આવશે તો આવનારા વધારે વરસાદમાં આ મુશ્કેલીઓમાં વધારો થશે. જો યોગ્ય ઉકેલ ના આવશે તો અમો રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું”.
અંકલેશ્વરના પીરામણ ગામની સોસાયટીઓમાં ઓછા વરસાદે પાણી ભરાતા ગ્રામજનોને મુશ્કેલી.
Advertisement