પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત તારીખ 12-ડિસેમ્બર -2017ના દિવસે અંકલેશ્વરના ધંતુરીયા ગામના રહેવાસી સુમનબહેન પટેલ અંકલેશ્વર શહેરમાં કોઈક કામ અર્થે આવ્યા હતા એ દરમ્યાન જ્યોતિ ટોકીઝ નજીક અજાણ્યા ઈસમોએ ચોરી થઈ હોવાનું જણાવી સુમનબહેને પહેરેલા રૂપિયા 36 હજારની કિંમતના સોનાના દાગીના ઉતરાવી ફરાર થઈ ગયા હતા.આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી દરમ્યાન આ ગુન્હાનો આરોપી અંકલેશ્વરમાં આસોપાલવ ગેસ્ટ હાઉસ પાસે હોવાની શહેર પોલીસને બાતમી મળતા તેઓએ વોચ ગોઠવી હતી દરમ્યાન તે ઈસમ આવતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી કાગળના ચલણી નોટ સાઈઝના બંડલ મળી આવ્યા હતાપોલીસે પૂછપરછ કરતા તે સુરતના ડીંડોલી વિસ્તારના રહેવાસી પ્રમોદ યાદવ હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી પૂછતાછ કરતા તેણે આ ગુન્હાની કબૂલાત કરી હતી..પ્રમોદ યાદવે અગાઉ પણ કાગળના ટુકડાની મદદથી ચલણી નોટ મેળવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે
અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાગળના ચલણી નોટ સાઈઝના બંડલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
Advertisement