Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોબાઈલ સ્નેચિંગ કરતાં બે શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ.

Share

અંકલેશ્વરમાં મોબાઈલ સ્નેચિંગની કોશિશ કરવાના ગુનામાં મોટરસાયકલ સાથે બે શખ્સોને પકડી પાડી અન્ય આઠ મોબાઈલ અંકલેશ્વરની જીઆઈડીસી પોલીસે કબ્જે લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પો. અધિક્ષક ડૉ.લીના પાટિલ તથા અંકલેશ્વરના પી.આઇ આર. એન કરમટિયા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટેની સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વાલિયાથી અંકલેશ્વર તરફ જતાં મેઇન રોડ પર ફરિયાદી ચાલતા જતાં હોય તે દરમિયાન આરોપીઓ 1) મોહમંદ જેદ અહેમદ રસીદ દેસાઇ ઉં.વ 28 રહે. જૂના કોસંબા ડોબિયા ફળિયું સુરત 2) હનીફ સુબાન શેખ ઉં.વ 30 રહે. યાકુબભાઈના મકાનમાં કોસંબા સુરત રવિરત્ન શો રૂમ પાસેથી બંને આરોપી નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર જતાં હોય અને ફરિયાદી બહેનનો મોબાઇલ ખેંચી લેવાની કોશિશ કરેલ હોય તેઓને પોલીસે રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી કુલ 8 મોબાઈલ કબ્જે કરેલ છે. બંને આરોપીઓની હાલ પોલીસે આકરી ઢબે પૂછતાછ હાથધરી છે. ક્યાં ક્યાંથી મોબાઈલ અને બાઇક ચોરી કરી છે તે સહિતની પોલીસે આગળની તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

ProudOfGujarat

ઝઘડિયાની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અનોખું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી જાતે આત્મહત્યા કરી, ભરૂચનાં રહસ્યમય બનાવનો ભેદ ઉકેલતી સી ડીવીઝન પોલીસ જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!