અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઓમકાર – 1 કોમ્પલેક્ષમાં મુસ્કાન સ્પા પાર્લર નામની દુકાનની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોય પોલીસે દરોડો પાડી આરોપી તથા બે યુવતીઓને રંગેહાથે ઝડપી પાડેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીઆઇડીસી પોલીસનાં પી.આઇ આર એન કરમટીયાને બાતમી મળેલ કે ઓમકાર-1 કોમ્પ્લેક્ષમાં આવેલ મુસ્કાન સ્પા પાર્લરની આડમાં બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર ચાલતો હોય તે હકીકતના આધારે મુસ્કાન સ્પા પાર્લરમાં પોલીસે દરોડો પાડતાં દેહવ્યાપારના ધંધામાં સાથે સંકળાયેલી બે યુવતીઓ તથા આ ધંધો ચલાવતો દુકાનનો માલીક શાહિદ ખાન અખ્તર ખાનને પોલીસે મોબાઇલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂ. 15000 તેમજ દેહવ્યાપારને લગતા પુરાવાઓ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કેસમાં આગળની તપાસ જીઆઇડીસી પોલીસ ચલાવી રહી છે.
Advertisement