Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

Share

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સતત આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે ક્યાંક ઔદ્યોગિક એકમો તો ક્યાંક મકાનો અને ગાડીઓમાં આગ લાગવાની છેલ્લા એક માસમાં કેટલીય ઘટનાઓ બની ચુકી છે તેવાંમાં આજે સવારે વધુ એક ઘટનાએ ફાયરના લાશકરોને દોડતા મુક્યા હતા.

મહારાષ્ટ્રના શેરડીથી દર્શન કરી પરત ફરી રહેલા વડોદરાના એક પરિવારની એસન્ટ કારમાં અંકલેશ્વર નેશનલ હાઇવે પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી, અચાનક લાગેલ કારમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા કાર બળીને ભસ્મી ભૂત થઈ હતી, જોકે ચાલક અને કારમાં સવાર લોકોની સમય સુચકતાના કારણે સમગ્ર ઘટનામાં સદનસબીએ કોઈ જાનહાની થવા પામી ન હતી, ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામા આવતા ફાયરના જવાનોએ લાયબંબા સાથે સ્થળ પર પહોંચી આગની જ્વાળાઓમાં રહેલ કાર પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

માંગરોળના વેરાકુઈ ગામે લમ્પી વાઇરસથી 15 થી વધુ પશુઓના મોત થતાં ગાંધીનગરથી ટીમ નિરીક્ષણ અર્થે પહોંચી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં મહુવેજમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!