Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, અંકલેશ્વરના અંદાડા ગામ વિસ્તારમાં નેશનલ હાઇવેને અડીને આવેલ ઇન્દ્રપસ્ટ સોસાયટીના ૭ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ સામે પડકાર ફેંક્યો છે.

ગત રાત્રીના સમયે સોસાયટીના લોકો મીઠી નિંદ્રામાં હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશી એકસાથે સાત જેટલા મકાનોના નકુચા તોડી અંદર પ્રેવશી રોકડ રકમ સહિતની વસ્તુઓ ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા મામલે ભારે ખળભળાટ મચ્યો છે.

એકસાથે સોસાયટીના સાત મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ છવાયો હતો તો બીજી તરફ મામલા અંગેની જાણ પોલીસ વિભાગમાં કરતા પોલીસે સોસાયટી ખાતે દોડી જઈ સમગ્ર મામલા અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરુચ નગર પાલિકાની બેદરકારી અને ખાડે ગયેલ વહીવટ સામે નિવૃત કર્મચારીના આમરણ ઉપવાસ.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કોબલા ગામના યુવકનું બ્રેઈન ડેડ થતાં પરિવારે અંગદાન કર્યું.

ProudOfGujarat

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે ફરિયાદ બાદ બે આરોપીની ધરપકડ : હજી ત્રણ નામ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!