Proud of Gujarat
GujaratFeaturedINDIA

બોડીગાર્ડ બન્યો કલાકાર : અંકલેશ્વરના ફૈઝાન સૈયદની અભિનય ક્ષેત્રે ઉડાન…!!

Share

આજના ડીજીટલ યુગમાં અવનવા કલાકારોથી ભરપૂર ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝ જોવામાં આવતી હોય છે, કેટલાક પ્લેટફોર્મ હિટ તો કેટલાક ફિલ્મો અને સિરિયલો ફ્લોપ પણ જતી હોય છે,પરંતુ આ તમામ વચ્ચે આ ક્ષેત્રમાં કામ કરતા કલાકારોની ખૂબ મહેનત હોય છે, કોઈ કલાકારની કલાકારી દર્શકોના મનમાં બેસી જાય તો તે કલાની દુનિયામાં ઊંચી ઉડાન ભરતો હોય છે, બૉલીવુડ હોય કે ટેલિવુડ કે પછી અન્ય ભાષાઓમાં પ્રસારિત થતી ફિલ્મો અને સિરિયલો જેમાં અનેક કલાકાર સ્ટ્રગલ કરી પોતાનું નામ બનાવવા માંગતા હોય છે, એટલે જ તો આજે પણ આ તમામ ક્ષેત્રમાં નાના શહેરોમાંથી ઉભરીને ગયેલા કલાકારો પણ પોતાની મહેનત થકી નામનાં મેવળી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં પણ અનેક એવા કલાકારો છે જેઓ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા છે, પોતાની કલાકારીના માધ્યમથી ગુજરાતી, હિન્દી, ભોજપુરી, ફિલ્મો અને સિરિયલોમાં આજે પણ કામ કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના એક ઉભરતા કલાકારે પાંચ વર્ષના તેઓના અભિનયની સફળમાં અનેક ફિલ્મો અને સિરિયલોમાં સ્પોટિંગ રોલ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે.

અંકલેશ્વરના શક્તિનગર વિસ્તારમાં રહેતો ફૈઝાન હમીદ નિઝામુદ્દીન સૈયદ આમ તો બોડી બિલ્ડર અને બાઉન્સર છે, પરંતુ સોશિયલ મીડિયામાં અભિનય કરવાનો ક્રેઝ તેઓને હાલ ફિલ્મી પરદા સુધી લઈ ગયો છે, વર્ષ ૨૦૧૮ થી સ્પૉટિંગ રોલમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ફૈઝાન સૈયદે અત્યાર સુધી ભોજપુરી ફિલ્મ કોહિનૂર, ગુજરાતી ફિલ્મ હેરા ફેરી કે બાપ, હિન્દી ફિલ્મ દિલ મારા સોનેરી, વેબ સિરીઝ સેવક તેમજ કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતી સિરિયલ મારુ મન મોહી ગયું જેવા ફિલ્મ અને સિરિયલોમાં સ્પોટિંગ રોલમાં કામ કરી ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, જે દર્શકો વચ્ચે પણ આકર્ષણ ઉભું કરી રહી છે, માત્ર ૨૬ વર્ષની યુવા વયે ફૈઝાનની ફિલ્મી પરદે ઉડાનથી પરિવારજનો અને તેના સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ છે અને ફૈઝાન સૈયદ ભવિષ્યમાં હિન્દી ફિલ્મો સહિત ફિલ્મી દુનિયામાં લીડ રોલમાં પોતાનું કરિયર આગળ વધારી ગુજરાત અને અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ લોકો આપી રહ્યા છે.

આમ બાઉન્સર પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશ બાદ ફૈઝાનનું સપનું છે કે તેઓ ભવિષ્યમાં નામના મેળવશે તો તે સલમાન ખાનને પોતાનો સ્ટાર આઇકોન માને છે અને તેઓની જેમ તે પણ ગરીબોની મદદ માટેની એક પહેલ શરૂ કરશે અને જરૂરિયાત લોકોની સેવામાં પોતાનું કરિયર સમર્પિત કરી દેશે તેવી ઈચ્છા તેઓએ વ્યક્ત કરી હતી.

Advertisement

ફૈઝાને વાતચીતમાં વધુ જણાવતા કહ્યું હતું કે તેના કરિયરમાં તે આગળ વધવા માંગે છે, હાલમાં તે અનેક જગ્યાએ સ્પોટિંગ રોલમાં અભિનય કરી રહ્યો છે, પરંતુ તેને જો તેને કોઈનો સાથ મળે તો તે લીડ રોલમાં પણ અભિનયની શરૂઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું, સાથે જ તેનું સપનું છે કે તે ભવિષ્યમાં બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે.

હારુન પટેલ


Share

Related posts

શનિ જયંતિ નિમિતે વડોદરાના પાદરાના અંબા શકરી ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

વડોદરા : જિલ્લા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

જામનગરમાં રૂદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે દાંડીયારાસનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!