અંકલેશ્વરમાં આવેલી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી આર્મ મશીન તેમજ કોવિડ કેર માટેના સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.
શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં સી આર્મ મશીન અપાતાં જટિલ સર્જરીની પ્રક્રિયાઓ હવે સરળ બનશે. આ મશીનથી યુરોલોજીકલ પ્રક્રિયા, પેઇન મેનેજમેન્ટની સારવાર તાત્કાલીક કરી શકાય છે તેમજ સર્જીકલ પ્રક્રિયાનું સ્ક્રિનિંગ સર્જરી દરમ્યાન અને સર્જરી બાદ પણ જોઈ શકાય છે. આ મશીન જયાબેન મોદી હોસ્પિટલમાં આપવામાં આવતા તમામ પ્રકારની સર્જરીઓ હવે ડોક્ટરો દ્વારા સરળતાથી કરી શકાશે તથા કોવેસ્ટ્રો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોવિડ કેર માટેના સંસાધનોનું પણ અનુદાન કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક, હેન્ડવોશ, હાથના મોજા, મૃતદેહ માટેની બેગ, માથાની ટોપી વગેરે પૂરું આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, નિનાદ ઝાલા, જયાબેન મોદી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અંજના ચૌહાણ, કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર આનંદ શ્રીનિવાસન અને કોવેસ્ટ્રો ઈન્ડિયા પ્રા.લિ. ના સાઈટહેડ બાવનજી વેકરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલને કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા.લિ દ્વારા જરૂરી સંસાધનો અપાયા.
Advertisement