ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકેનો હલાવો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ જિલ્લામાં જાણેકે બે નંબરી તત્વો અને નશાનો વેપલો કરતા બુટલેગરો સામે પોલીસે સતત લાલઆંખ કરી તવાઈ બોલાવી છે, જિલ્લામાં છેલ્લા એક માસથી સતત વિવિધ સ્થળે પોલીસે દરોડા પાડી ગુનેગારી તત્વો અને બુટલેગરોને જેલના સળિયા ગણતા કરી લાખોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
અંકલેશ્વરના અમરતપરા ગામની સીમમાં ચાલતી નશાના વેપલાની મીની ફેક્ટરી ઉપર પોલીસે દરોડા પાડયા હતા, જેમાં ખૂબ મોટી માત્રામાં દારૂ ગાળવા પાઇપલાઇનનું નેટવર્ક બનાવાયુ હોવાનું સામે આવ્યું હતું, સાથે જ દારૂ માટે બનાવાયેલ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ અને ભઠ્ઠીઓ પણ પોલીસના દરોડામાં ઝડપાઇ હતી, જે બાદ પોલીસે આ ભઠ્ઠીઓની ડીમોલિશન કામગીરી શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બેફામ અને બિન્દાસ અંદાજમાં દેશી દારૂનો વેપલો ધરાવતા બુટલેગરો અમરતપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય જોવા મળતા હતા, જોકે આખરે પોલીસે દરોડા પાડી નશાનો વેપલો કરતા તત્વોને જેલના સળિયા ગણતા કરી તેઓને કાયદાના પાઠ ભણાવ્યા છે.
હારુન પટેલ