Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડયા.

Share

અંકલેશ્વરના સારંગપુર નવીનગરી ખાતેથી જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગત રાત્રીના પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે સારંગપુર ગામ નવીનગરી ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોય જે બાતમીના આધારે જીઆઇડીસી પોલીસે સ્થળ પર દરોડો પાડતા બાતમીવાળી જગ્યા પર 8 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા છે. જેમાં (1) વિશાલ ઉર્ફે લાલુ બાલુભાઈ વસાવા (2) દિલીપ સોમા પરમાર (3) મહેશચંદ્ર ચંદુભાઈ ગોહિલ (4) જગદીશ ઉર્ફે જમાઈ ફતેસિંગ વસાવા (5) કિરણ નગીન વસાવા (6) મનીષ રમેશ વસાવા (7) રાહુલ પ્રતાપ વસાવા (8) અરુણ રાજેશ વસાવા નાઓને પોલીસે રોકડ રકમ રૂ. 14160 સાથે ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પતિનાં લગ્નેત્તર સંબંધનાં પરિણામે ભાંગવાની અણીએ પહોંચેલ લગ્નજીવન બચાવતી અભયમ મહિલા હેલ્પલાઈન.

ProudOfGujarat

અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી મહિલાએ 11 મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!