Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ને.હા ૪૮ પરથી ટ્રકમાં ચોરખાનુ બનાવી દારૂ ભરી લઈ જતા બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

Share

ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો તેમજ બુટલેગરો સહિતના ગુનેગારો જ્યાં એક તરફ ફફડાટ છવાયો છે તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા દારૂ, જુગાર જેવી પ્રવૃતિઓ પર સતત સફળ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ હિલ્ટન હોટલના પાર્કિગમાં ટ્રકના કેબિનમાં ચોર ખાનું બનાવી લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ક્રાઇમ બ્રાંચે બે ઇસમોની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરોમાં વધુ એક ફફડાટ છવાયો છે.

ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ હિલ્ટન હોટલના પાર્કિગ દરોડા પાડતા ટ્રક નંબર GJ,14,X 8672 માંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી શરાબ તેમજ બિયરનો જથ્થો મોટી માત્રામાં ઝડપાયો હતો, ક્રાઇમ બ્રાંચે મામલે રાકેશભાઈ રામજીભાઈ મકવાણા રહે,સાવરકુંડલા રોડ,અમરેલી તેમજ હિતેષ ભાઈ ધનજીભાઈ મકવાણા રહે,જૂનો ધારી રોડ,અમરેલી નાઓને ધરપકડ કરી હતી સાથે જ મામલે લલીત ભાઈ ગોવિંદ ભાઈ દાફડા રહે,જેસર રોડ સાવર કુંડલા અમરેલી નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચે ઝડપાયેલા ઈસમો પાસેથી ભારતીય બનાવટના દારૂ તથા બિયરના અલગ અલગ બ્રાન્ડના કુલ ૯૬૯ સહિત ગોળની પેટી અને ટ્રક મળી કુલ ૧૫,૨૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ : બાયપાસ ચોકડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા દૂર કરવામાં આવતા સ્થાનિકોની રોજીરોટી પર અસર પડતા વેપારીઓ મુંજવણમાં મુકાયા, તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ..!!

ProudOfGujarat

અંકલેશ્વર- માલિક પાસે પોતાનો પગાર માંગવા ગયેલ યુવાનને માલીકે ઢોર માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો…

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!