અંકલેશ્વર સ્થિત પ્રાથમિક શાળા-પીરામણમાં વય નિવૃત થનાર પારૂલબેન મગનલાલ પટેલનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ તેમજ ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આદશૅ સ્કૂલના આચાયૅ હિરેનભાઈની અધ્યક્ષતામાં આ સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ.
આ સમારોહ દરમ્યાન “એક ભારત શ્રેષ્ઠ ભારત” પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ હાઉસવાઇઝની વિવિધ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામા આવ્યા. સન્માનીય શિક્ષિકા પારૂલબેન પટેલ દ્વારા દરેક શિક્ષકને સ્મૃતિભેટ અપૅણ કરવામાં આવ્યુ. આચાયૅ તથા સ્ટાફ દ્વારા પારૂલબેન પટેલને શ્રીફળ અપૅણ કરી, શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામા આવ્યા. ધો. ૮ના વિધ્યાર્થીઓને તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ ધો. ૭ના વિદ્યાર્થીઓને પ્રકૃતિ સુરક્ષા જતન માટે કૂંડામાના તુલસી છોડ અપૅણ કરી પ્રકૃતિની સુરક્ષા માટેનો સંદેશ પાઠવ્યો. સન્માનીય પારૂલબેન પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓના હિતાર્થે સ્મૃતિભેટ અપૅણ કરી હતી. આ સમારોહમાં શાળાના આચાર્ય રાજુભાઇ પ્રજાપતિ, નિવૃત શિક્ષકો શોભનાબહેન, મેહફુઝા બહેન મલેક, આદર્શ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ હિરેનભાઈ, જાલમસિંગ વસાવા, મહેશભાઇ વસાવા, સીઆરસી કો.ઑ તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ જાગૃતિબેન હાજર રહ્યા હતા.જેઓએ નિવૃત શિક્ષકને વયનિવૃત્તિની શુભેચ્છા તેમજ ધો. ૮ના બાળકોને આર્શીવચન પાઠવ્યા હતા.
અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણ ખાતે વયનિવૃત થનાર શિક્ષિકાનો તેમજ ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો.
Advertisement