Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં અગ્નિતાંડવ : યુપીએલ કંપનીમાં આગ લાગતા પાંચ કામદારો દાઝયા, એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચ જિલ્લામાં આવેલા ઉધોગોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, છેલ્લા ૨ માસમાં અનેક ઔધોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે ત્યારે આજે સવારે વધુ એક ઘટના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી સામે આવી હતી, યુ.પી.એલ કંપનીના યુનિટ ૧ માં આચનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.

જોત જોતામાં આગ એટલી વિકરાળ અને ભયાનક થઇ હતી કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં એક સમયે ધુમાડાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો, યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટમાં લાગેલી આગના ધુમાડા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા, ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા પાંચથી વધુ લાયબંબાઓ સાથે જવાનોએ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ તેને કાબુમાં લેવામાં આવી હતી.

આગ લાગવાની ઘટનામાં પાંચથી વધુ કામદારો દાઝી જતા તમામને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ તંત્રના અધિકારીઓએ પણ સ્થળ પર દોડી જઈ ઘટના અંગેની માહિતી મેળવી આગ લાગવાના કારણો અંગે તપાસ શરૂ કરી હતી, મહત્વની બાબત છે કે યુપીએલ કંપનીમાં લાગેલ આગ લાગવાનું કારણ હજુ સુધી અંકબંધ રહ્યું છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

નેત્રંગના કવચીયા ગામે લીમડાનાં વૃક્ષમાંથી દુધ જેવા પ્રવાહીની નિકળતી ધારાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

ProudOfGujarat

ગોધરા : હમ ફીટ ઈન્ડિયા ફીટ અંતર્ગત બહેનો માટે બે કિલો મીટર દોડ યોજાઇ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ૨૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!